Bhavesh Viramgama

Bhavesh Viramgama

Contact Us Now

+91 9825975097

Vastu for Life

Know how do we help you to improve the Vastu of your property

જ્યોતિષ અને વાસ્તુ દ્વારા અમારો સહયોગ જાણો.

ક્રિશ એસ્ટ્રો વાસ્તુ તમને વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષ, અંકશાસ્ત્ર, ટેરોટકાર્ડ, પેન્ડુલમવિદ્યા અને સ્વરવિદ્યાની સેવાઓ પ્રદાન કરે છે. અને અમારી કામ કરવાની રીત સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે. આપણે બધાએ વિજ્ઞાનમાં વાંચ્યું છે કે ઉર્જા બનાવી શકાતી નથી, પરંતુ ઉર્જા પરિવર્તિત કરી શકાય છે. અને તેમાં અમારી પાસે કુશળતા છે. 
કોઈપણ મિલકતનુ વાસ્તુ સુધારવા માટે તે મિલકતને રુબરુ જોવી જરૂરી છે.સંપત્તિની ઉત્તર દિશા કેટલી ડિગ્રી ની છે અને તેની ઉર્જા કેવી રીતે વહે છે તે જોયા પછી આપણે તે મિલકતનું આયોજન કેવી રીતે કરવું તે નક્કી કરીએ છીએ. મિલકત જોયા પછી સૌથી પહેલા જો વાસ્તુની કોઈ મોટી ખામી હોય અને તેને દૂર કરવા સિવાય કોઈ ઈલાજ ન હોય તો તેને દૂર કરવો પડશે, જેમ કે શૌચાલય ઈશાન ખૂણામાં હોય તો તેને દૂર કરવું પડશે. જો નેૠત્ય માં જમીન ની નીચે પાણીની ટાંકી હોય તો તેને બંધ કરવી પડશે, તેનો કોઈ ઉપાય નથી. જો બીજી કોઈ ખામી હોય તો તેને અરીસાની મદદથી દૂર કરીએ છીએ, જેમ કે જો રસોડું અગ્નિ કે ઉત્તર દિશામાં ન હોય તો રસોઈઘર માં ચૂલો અગ્નિ કે વાયવ્ય માં મુકવો અને એવી જગ્યાએ અરીસો લગાવવો પડશે કે તેની ખામી ઓછી થઈ જાય. એ જ રીતે ઘરનો મુખ્ય દરવાજો કે કોઈપણ રૂમનો દરવાજો બરાબર નથી. તો તે પ્રમાણે અરીસો લગાવવો પડશે. પિરામિડ અને યંત્રો અથવા અન્ય કોઈ સાધન વાસ્તુની ખામીઓને સુધારવામાં કામ કરતા નથી, તેથી તેને નાખવું ન જોઈએ, પરંતુ .જો મિલકત જમીનના સ્તરે હોય, તો પ્લોટની મધ્યમાં જમીનની નીચે પિરામિડ મૂકવું ફાયદાકારક રહેશે. વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુનું સંયોજન જોવાનું હોય છે; જો નેઋત્ય અને અગ્નિ માં સાથે વાસ્તુદોષના સંયોજન કારણે 7 કે 14 વર્ષ પછી કેન્સર થઈ શકે છે અને તેની સાથે જો ઈશાનમાં શૌચાલય હશે તો લોહીનું કેન્સર થશે, પણ આ ખામીનો કોઈ ઈલાજ નથી. શૌચાલય ફક્ત અગ્નિ કોણમાં હોય અથવા દક્ષિણપશ્ચિમ કોણમાં હોય તો તેનો ઉપાય શક્ય છે. આવા બીજા ઘણા સંયોજનો છે જે જોવા પડે છે. જે લોકો પુસ્તકો વાંચીને કે વિડીયો જોઈને શીખે છે તેમાંથી મોટા ભાગના લોકોને એ દોષ વિશે ખબર નહીં હોય, પરંતુ જો કોઈ વાસ્તુનો દોષ સામાન્ય હોવા છતાં તેને બીજા વાસ્તુદોષ સાથે જોડવામાં આવે તો તે એક મોટો વાસ્તુદોષ બની જાય છે.
જો તમારી પાસે પ્લોટ હોય અને તેમાં બાંધકામ કરવા માંગતા હોય અને જો તમે કોઈ આર્કિટેક્ટ રાખ્યો છે, તો તેની સાથે મળીને પ્લાન બનાવાશે તે 100% વાસ્તુના સંપૂર્ણ નિયમ મુજબ બનાવવામાં આવશે, જેમાં ઘરમાં કેટલા રૂમો બનાવાશે અને કયો રૂમ કોનો હશે તે નક્કી કર્યા બાદ સંપૂર્ણ ફર્નિચર નો પ્લાન તે મુજબ બનશે.
વાસ્તુ જોવાની સાથે સાથે અમે કુંડળી પણ જોઈએ છીએ. અમે એ પણ બતાવીયે છીએ કે કુંડળીમાં રહેલી ખામીને તમારે કેવી રીતે સુધારવી અને જો તમારા વિચાર દિશાહીન હોય તો તેને કેવી રીતે દિશા આપવી અને તમારા વિચારોને કેવી રીતે સકારાત્મક બનાવવા. કુંડલીના દોષ દૂર કરવા માટે કોઈ વિધિવિધાન ની જરૂર નથી કે ના કોઈ પણ ગ્રહ ની વીંટી પહેરવાથી ખાસ ફાયદો થતો નથી. કુંડલીના દોષ ઓછા જરૂર થાય છે પણ નાબૂદ ક્યારેય નથી થતા કુંડળી જોવાનો ફાયદો આ છે કે તમારે જિંદગી માં આવનાર તકલીફ ની ખબર પડે અને તેનાથી તમે સચેત બનો તો તમને તે બાબત ની ઓછી તકલીફ પડે જેવી રીતે વરસાદ આવવાનો હોય તો તમે છત્રી લઈને જાઓ તો ઓછા ભીંજાશો. જો તમારી કુંડળી માં ચોથે શનિ કે રાહુ હોય તો તમારી સાથે છેતપિંડી અથવા તો ધોકેબાજી થઇ શકે છે તો તેનો ઉપાય આ છે કે તમારે કોઈની ઉપર વિશ્વાસ નહિ કરવાનો ક્યાંય જામીન નહિ થવાનું કે વાંચ્યા વગર ક્યાંય સહી નહિ કરવાની કે તમારો કોઈ પણ જાત નો પાસવર્ડ કોઈને પણ નહિ આપવાનો અને ખાસ જીવતા જીવ જાયદાદ કોઈને નામે નહિ કરવાની ફક્ત આજ ઉપાય છે એમાં કોઈ વિધિવિધાન કે નંગ કામ કરતા નથી.
જો જે સ્થાનો પર વાસ્તુદોષ છે તો તે બાબતોમાં એક યા બીજી સમસ્યા હશે અને તે બાબતોમાં કામ યોગ્ય રીતે થઈ શકશે નહીં. અને જો જે વાસ્તુદોષ છે તે જ દોષ કુંડળીમાં હોય તો તે દોષોની સમસ્યા વધારે મુશ્કેલી આપે છે અને તેની વાસ્તુદોષની સમય મર્યાદા પહેલા સમસ્યા આવશે ધ્યાનમાં લો કે વાસ્તુદોષમાં માનસિક બીમારીની સમસ્યા છે એટલે કે ઘરના ઉત્તર-પશ્ચિમ માં ઉત્તર દિશા માંથી ઘર નો મુખ્ય દરવાજો છે અને દક્ષિણ -પશ્ચિમ ખૂણામાં રસોઈઘર કે અન્ય બીજો કોઈ દોષ હોય અને તે વાસ્તુદોષ ની સાથે તે ઘર ની જે વ્યક્તિ ની કુંડળીમાં ચંદ્ર અને બુધ અશુભ હોય તો તે વ્યક્તિ વધારે માનસિક રીતે બીમાર થઈ જાય છે. આ રીતે વિવિધ વાસ્તુ દોષ અને કુંડળી ખામી જો તે ફક્ત એક જ વસ્તુ વિશે હશે તો તે વિશે ઘણી સમસ્યાઓ આવશે. જે સમસ્યાની કુંડળીમાં કોઈ ખામી નથી અને તે જ સમસ્યામાં વાસ્તુ દોષ છે તો તે સમસ્યા જીવનમાં ગમે ત્યારે આવી શકે છે, પરંતુ જે સમસ્યા કુંડળીમાં હોય અને ઘરમાં વાસ્તુ દોષ ન હોય તો તે સમસ્યા સરળતાથી ઉકેલી શકાય છે.
કેટલીકવાર ઘણા લોકો કહે છે કે અમારા ઘરનો દરવાજો દક્ષિણ-પશ્ચિમ ખૂણા પર છે અને અમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. પછી અમે એ લોકોની કુંડળી જોઈએ તો એ બધામાં કોઈ આર્થિક ખામી નહોતી પણ એ ઘરમાં કોઈને કોઈ વ્યક્તિ નાની મોટી બીમારીથી પીડાતી હતી અને કોઈને માનસિક ટેન્શન હતું એટલે કે માનસિક શાંતિ નહોતી. આમ જોવા જઈએ તો દરેક લોકો માટે પહેલા માનસિક શાંતિ હોવી જોઈએ, બીજુ કે કોઈ રોગ ન હોવો જોઈએ, પછી છેલ્લે કોઈ આર્થિક સમસ્યા ન હોવી જોઈએ. વાસ્તુદોષ દૂર કર્યા પછી પ્રથમ માનસિક શાંતિ મળે છે તેના પછી બીમારી અને આર્થિક રીતે ફાયદો થાય છે પણ તે કુંડળી પ્રમાણે ઓછો વધારે જોવા મળે છે.

Share this post