Bhavesh Viramgama

Bhavesh Viramgama

Contact Us Now

+91 9825975097

Five Elements and Vastu Shastra

Five Elements and Vastu Shastra

પંચમહાભૂત અને વાસ્તુશાસ્ત્ર - આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી

૧. આકાશ :-

આકાશનો અર્થ છે અનન્ત શૂન્ય, એટલે કે ખાલીપણું આ શૂન્યની અંદર આખું વિશ્વ સમાયેલું છે, અને એમાંજ પોતાનું અસ્તિત્વ ધરાવે છે. આ વિશ્વના સર્જનની બાબતમાં અનેક લોકો અનેક સિદ્ધાન્તો ને માન્ય કરે છે. વીસ લાખ કરોડ વર્ષ પહેલા, આ આખું વિશ્વ એક જ્વાલાગ્રાહી પદાર્થથી ભરાયેલું હતું, એમ વિદ્વાનો કહે છે. એની અંદર એક વિસ્ફોટ થયો, અને આ પદાર્થ વિખરાઇને ચારે દિશાઓમાં ફેંકાઇ ગયો. આ વિખરાયલા ટુકડાઓમાંથી આકાશ ગંગાની રચના થઇ. આકાશ પર દૂધના છાંટા ઉડયા હોય, તેવા દેખાતા આ નક્ષત્રોને આકાશ ગંગા કહે છે. આકાશન ખાલીપણામાં – કે અંતરાળમાં આવી આકાશ ગંગાઓ કરોડોની સંખ્યામાં છે. આવી આકાશ ગંગાઓમાં નક્ષત્રોનો સમૂહ, ધૂળ અને વાયુ નું અસ્તિત્વ હોય છે. આવા પ્રકારની કરોડો આકાશ ગંગાઓમાંથી એક આકાશ ગંગાને એક છેડે અમારૂં સૌર મંડળ સર્જિત (સ્થાપિત) છે. હવે આવા અંતરાળને એક ખૂણે બેઠેલા આપણે, આવા વિશ્વના સ્વરૂપની મહત્તાની કલ્પના પણ કરી શકીએ તેમ નથી. આકાશનો એક સ્વાભાવિક ગુણ છે – શબ્દ.

૨. વાયુ :-

પૃથ્વીની ચારે બાજુએ વાયુનું આવરણ છે. આ હવામાં પ્રાણવાયુ નાઇટ્રોજન, કાર્બન ડાયોકસાઇડ, હિલિયમ, નિયૉન, ઑઝૉન, ક્રિસ્ટૉન, પાણીની વરાળ વગેરે ગૅસ તત્વો મળેલા છે.આ બધા વાયુઓના મિશ્રણનું એક પ્રમાણ છે, એક નિયમને અનુ- સરીને આ મિશ્રણ બનતું રહે છે. દરેક પ્રાણીને માટે મહત્વપૂર્ણ ગણાતા પ્રાણ વાયુનું પ્રમાણ ૨૧ ટકા છે, અને નાઇદ્રોજનનુ પ્રમાણ ૭૮ ટકા છે. પ્રાણી ઓના જીવન માટે, અને વસ્તુઓના જ્વલન યાને વસ્તુઓની બળવાની ક્રિયા માટે પ્રાણવાયુ અનિવાર્ય છે. પ્રાણવાયુ ન હોય તો વૃક્ષોનું અસ્તિત્વ પણ ન જ હોઇ શકે. હવામાં શબ્દની સાથે સ્પર્શનો ગુણ પણ છે, જેમકે ઠંડી હવા, ગરમ હવા.

૩. તેજ (અગ્નિ) :-

અંતરિક્ષના વાયુ તથા અણુઓના બનેલા વાદળાં મળીને ગુરૂત્વાકર્ષણ શક્તિને કારણે સંકોચાઇને, ગોળાકારમાં પરિવર્તિત થાય છે. આ વાદળાનો સંકોચ થવાથી, દબાણ વધે છે, અને ઉષ્ણતા યા ગરમી પેદા થાય છે, અને આ ગરમી ચારે દિશામાં ફેલાય છે. પરિણામે આ મેઘો (વાદળાં) વધારે સંકોચાય છે, અને એમના અનેક ટુકડા થાય છે. આ ટુકડા પણ સકોચાય છે. અને આવા દબાણ થી પ્રકાશ પેદા થાય છે, જે ચારે બાજુએ ફેલાઇ જાય છે. આ મેઘના ટુકડા ખુદ પ્રકાશે છે, એ સ્વયં પ્રકાશિત નક્ષત્ર છે. આ નક્ષત્રોમાંનું એક જાણીતું નક્ષત્ર આપણો સૂર્ય છે. અગ્નિની પાસે શબ્દ તથા સ્પર્શની સાથે સાથે રૂપનો ગુણ પણ છે, એટલે તે દેખાય છે.સૂર્યની અંદર થર્મોન્યુક્લિયર પ્રક્રિયા થાય છે, જેને કારણે શક્તિ ઉત્પન્ન થઇને પ્રસારિત થાય છે. ચાર હાઇડ્રોજન અણુઓના સમ્મેલન થી એક હિલિ- યમ અણુનું નિર્માણ થાય છે. આ ક્રિયા થર્મો ન્યુક્લિયર પ્રક્રિયા કહેવાય છે. સૂર્યની પાસેથી ઉષ્ણતા અને પ્રકાશ લઇને પૃથ્વી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. અગર સૂરજ ન હોત, તો પૃથ્વીનું નિર્માણ ન થાત, અને પ્રકાશ અને ઋતુઓ પણ ન જ હોત.

૪. જળ (પાણી) :-

પૃથ્વીની ચારે બાજુએ જે ઘનીભુત ગરમ હવાનું આવરણ છે, તે ઠંડી થાય ત્યારે તેના વાદળ (મેઘ) બને છે. કેટલાયે સમયથી આવા મેધોના વરસવાથી, પૃથ્વીના નીચાણવાળા ભાગમાં પાણી એકડું થયું અને તે સમુદ્રના રૂપમાં પરિવર્તિત થયું. પર્વત અન સમુદ્રોના નિર્માણ પછી પણ વર્ષો તો પૃથ્વી પર વરસતી જરહે છે. આ વરસાદનું પાણી પર્વતો ઉપરથી નીચે વહેતું જઇને નદીઓ બનીને મેદાનમાંથી પસાર થઇને સમુદ્રમાં મળી જાય છે. જળનો સમુદ્રયાત્રાનો માર્ગ – અમારી નદીઓ – પ્રાણીઓ માટે જીવનદાયિની છે. પાણી આપણને ત્રણ રૂપમાં મળે છે, દ્રવ એટલે વહેતું પાણી, ધન એટલે ધનીભૂત પાણી અને વરાળ – એટલે ગૅસ યા હવારૂપ પાણી. દ્રવ, સૂરજનાં કિરણોને કારણે વરાળ બનીને મેઘોનું રૂપ ધારણ કરે છે. આ મેધ વરસે છે, અને ફરીથી પાણી પૃથ્વી પર આવે છે. આ વર્તુળ પ્રકૃતિની આશ્ચર્યજનક લીલા છે. હાઇડ્રોજન (ઉદજન) તથા પ્રાણવાયુ નામના મૂળ પદાથેના મિશ્રણથી પાણી બને છે – હાઇડ્રોજન બે અંશ તથા આઁકસીજન એક અંશ ના પ્રમાણમાં જ હોવા જોઇએ, એટલે એમનો સંયોગ પણ એક નિયમ છે. દરેક પ્રાણીમાં પાણી તત્વનું પ્રમાણ અલગ – અલગ માત્રામાં હોય છે. પાણીની પાસે શબ્દ, સ્પર્શ, રૂપ ની સાથે સાથે રસનો યાને સ્વાદનો પણ ગુણ છે.

૫. પૃથ્વી (ભૂમિ) :

કેટલાયે કરોડ વર્ષો પહેલાં અંતરિક્ષના વાયુ તથા ધૂળ ન! રૂપમાં પરમાણુ, ગુરૂત્વાકર્ષણ શક્તિને કારણે એક બીજાની પાસે ખેંચાવા લાગ્યા. આ બધાં એક ગોળાકારનું રૂપ લઇને પોતાની ચારે બાજુએ ભમવા લાગ્યા. કેટલાક સમય બાદ આ ગોળાકાર અનેક ભાગોમાં વિભાજિત થયો. આ પદાર્થ નેવુ ટકા કેન્દ્ર સ્થાનમાં સ્થિર થઇ ગયો, અને બાકીના દસ ટકા ગોળાકારમાં, વચલા ગોળની ચારે બાજુએ ભ્રમણ કરવા લાગ્યા. વચલો સ્થિર ગોળાકાર, કેટલાક સમય પછી સૂરજ બની ગયો, અને બાકીનો દસ ટકા જેટલો ભ્રમતો ગોળાકાર નવ ગ્રહોમાં ફેરવાઇ ગયો. આ નવ ગ્રહોમાંનો એક ગોળાકાર આપણી પૃથ્વી છે. સૂર્યની આસપાસ ભ્રમણ કરતા નવ ગ્રહોમાં, સૂર્યથી દૂરત્વની દૃષ્ટિથી, પૃથ્વીનું સ્થાન ત્રીજું છે. ૪૬૦ કરોડ વર્ષ પહેલાં પૃથ્વીનો જન્મ થયો છે, એમ ભૂતત્ત્વ શાસ્ત્રીઓએ પુરવાર કર્યું છે. શરૂઆતમાં પૃથ્વી એક આગનો ગોળો જ હતી. પિગળતા ખડકોમાંથી પૃથ્વીનો ઉપરનો સ્તર બન્યો છે. હજારો વર્ષ પછી, સૂરજની આસપાસ ભમતી પૃથ્વી સૂર્યથી દૂર દૂર સરકવા લાગી જેમ જેમ એ સૂર્ય થી દૂર જ્વા લાગી, તેમ તેમ અની ગરમી ઓછી થવા લાગી એમ ધીમેધીમે એની ઉપરનો પોપડો, કઠણ થવા લાગ્યો. આ સ્થિતિમાં એના એ પોપડામાં તરાડો પડવા માંડી, અને અંદરનો પ્રવાહી પદાર્થ બહાર ફૂટી પડવા ભાગ્યો. લાખો વર્ષો પછી, આ દ્રવ પદાર્થ પર્વતો તથા ખાઇઓમાં પરિણત થઇ ગયો.

આપણી પૃથ્વી એક મોટો લોહચુંબક છે. પૃથ્વીની અંદર ભરેલા ચુંબક પદાર્થોને કારણે પૃથ્વીને ચુંબક શક્તિ પ્રાપ્ત થઇ છે, એમ વૈજ્ઞાનિકો કહે છે. ચુંબકના બે ધ્રુવ હોય છે – ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવ. પૃથ્વીના પણ ઉત્તર અને દક્ષિણ બે ધ્રુવ છે. પૃથ્વીની ઉત્તર બાજુમાં સ્થિત ચુંબકીય શક્તિ, જે ધ્રુવ તરફ ઝુકી છે, તે છેડાને ઉત્તર ધ્રુવ કહે છે, અને પૃથ્વીની દક્ષિણ બાજુમાં રહેલી ચુંબકીય શક્તિના છેડાને દક્ષિણ ધ્રુવ કહે છે. પૃથ્વીનો ચુંબકીય દાંક્ષણ ધ્રુવ ઉત્તરાર્ધમાં અને ચુંબકીય ઉત્તર ધ્રુવ દક્ષિણાર્ધમાં હોય છે. આ કારણથી જ કોઇ પણ લટકતો લોહચુંબક હમેશા ઉત્તર દક્ષિણ દિશા જ બતાવે છે. આવા લટકતા લોહચુંબકના ઉત્તર ધ્રુવની પાસે બીજા કોઇ ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવીએ તો બન્નેમાં વિકર્ષણ પેદા થાય છે. પરન્તુ એવા લટકતા લોહચુંબકના ઉત્તર ધ્રુવ પાસે બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ રાખીએ તો આકર્ષણ ઉત્પન્ન થાય છે. એનો અર્થ એ જ કે સજાતીય ધ્રુવોમાં વિકર્ષણ અને વિજાતીય ધ્રુવોમાં આકર્ષણ સ્વાભાવિક છે. ચુંબકના બે ધ્રુવોને આપણે અલગ કરી શકીએ નહીં. વાસ્તુ શાસ્ત્રના સિદ્ધાન્ત પ્રમાણે દક્ષિણ દિશામાં વાસ્તુ વધારે ભારવાળી જોઇએ તેમજ દક્ષિણ તરફ ઓશીકું કરીને સૂવું જોઇએ, આ બન્ને નિયમોનું રહસ્ય આ ચુંબકીય સૂત્રમાં છુપાયેલું છે. પૃથ્વીની પાસે શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ ની સાથે સાથે ગંધનો ગુણ પણ છે.આ ભૂમિના ગોળમાં જે પંચમહાભૂતોનું અસ્તિત્વ છે, તેમાં એક પ્રમાણબદતા અને નિયમનું અનુસરણ છે. આ બધી પ્રાકૃતિક શક્તિ ઓનાં ઉદ્ભવ સ્થાનોના વિષયમાં તો અમે થોડું ઘણું જાણીએ છીએ. પણ આ અદભુત સૃષ્ટિની મૂળ શક્તિના સ્રોતની સમજણ હજુ પણ કોઈને પડી નથી. લોકો અનેક પ્રશ્નો પૂછે છે – અમારા મકાનનો એકાદ ખૂણો શ વધી જાય તો શું ખાટુંમોળું થવાનું છે? અને કોઇ ખૂણો નાનો હોય તોય શો વાંધો છે? ગમે તે ખૂણામાં ગમે તે દિશામાં કૂવો ખોદાવીએ શું થશે? મકાનમાં કયાં ને કઇ તરફ ચૂલો રાખીએ; એમાં શો દોષ છે? અગર એકાદ ઓરડો મોટો હોય તો શું થઇ ગયું? આવા – આવ પ્રશ્નો પૂછ્યા કરે છે, આવા લોકોની જાણકારી માટે આ પંચમહાભૂતોની વાત ટૂંકામાં કહેવી પડી. પોતાના શરીરના ડાબા – જમણા ભાગોમાં શો ફેર છે. અને કેમ તૈય અમને ખબર નથી. એવી હાલતમાં સૃષ્ટિના અનંત રહસ્યોના વિષયમાં ખરા- ખોટા તર્ક કુતર્ક કરવા એ કેટલું યુક્તિસંગત છે? ડાહયા લોકોએ આ વાત વિચારી જોવી જોઇએ – પ્રત્યક્ષ અનુભવથી મોટું બીજું શુ પ્રમાણ જોઇએ? યોગસાધનાથી પ્રત્યેક માણસ પોતાના અનુભવથી જ જાણી શકે. અરીસામાં જેમ પોતાનો ચહેરો સ્પષ્ટ જોઇ શકાય છે, તેમજ પ્રત્યક્ષ પ્રમાણોથી આ શાસ્ત્રની વાત પુરવાર થઇ શકે છે.

Share this post